ઘણા કર્મચારીઓને પ્રશ્ન હોય છે કે કાયમી મુસાફરી ભથ્થું (Permanent Traveling Allowance – PTA) મેળવનારા કર્મચારીઓને પરિવહન ભથ્થું (Transport Allowance – T.A.) મળે કે નહીં ? આ બાબતે અમુક તિજોરી કચેરીઓથી બિલોમાં વાંધા (Query) પણ આવતા હોય છે.

ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થા) નિયમોના નિયમો -૧૯ થી ૨૯ મુજબ કાયમી મુસાફરી ભથ્થું (PTA) મળવાપાત્ર રહે છે. આ ભથ્થું સદર કર્મચારીને તેમના કાર્યક્ષેત્રમાં કાયમી મુસાફરી માટે મળવાપાત્ર રહે છે. આ નિયમોના નિયમ ૪૦ પ્રમાણે કચેરીના સ્થળેથી એક કિલોમીટર થી વધુ અંતરે રહેઠાણ હોય તેને પરિવહન ભથ્થું (Transport Allowance – T.A.) મળે છે. આ ભથ્થું કર્મચારી કે અધિકારીને રહેઠાણના સ્થળેથી કચેરી ખાતેના આવન-જાવન માટે મળવાપાત્ર રહે છે. આમ PTA અને TA બંને અલગ બાબત છે. PTA મેળવતા કર્મચારી કે અધિકારીએ કચેરી ખાતે પણ આવવાનું હોય છે. તેમજ PTA મેળવતા કર્મચારીને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ન આપવું એવી કોઈ નિયમોમાં જોગવાઈ થયેલ નથી. આ બાબત ધ્યાને લઈને બિલ મંજૂર કરીને ચૂકવવા વિનંતી છે.