આપ સૌને ખ્યાલ છે તે મુજબ તા.૦૬-૧૦-૨૦૨૪ ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્ય્ક્ષ સ્થાને યોજાયેલ કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો:

(1) ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ/વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે આપવું

(2) ચાર્જ એલાઉન્સ બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, જે સાતમાં પગાર પંચ મુજબ આપવું

(3) મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા

(4) વયનિવૃતિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો

(5) રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછી થઇ હોય અથવા તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછીની હોય તેવા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવી.

આ અંગેના ઠરાવ નાણા વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ છે જે નીચે મુજબ છે.

1 Press Note 06-10-24.pdfCharge Allowance as per 7th Pay Commission.pdfOPS to Employees before 01-04-2005.pdfTA DA as per 7th Pay Commission.pdf