ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે.  આ નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્રથી આરોગ્ય વિભાગને મળેલ મળેલ રજૂઆત અન્વયે આ નિયમોમાં આરોગ્ય વિભાગના તારીખ ૦૨/૦૬/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧  થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

» યુ એન મહેતા હોસ્પિટલ – અમદાવાદ સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં જો કોઈ સરકારી કર્મચારી, અધિકારી, પેન્શનર કે તેના આશ્રિત દ્વારા હૃદયરોગ અને હદયરોગને લગતી આનુષાંગિક સારવાર જેવી કે Cardiovascular Surgery & Cardiothorasic Surgery વગેરે મેળવવામાં આવશે તો તેનું મેડિકલ રીએમ્બર્સમેન્ટ પણ મળવાપાત્ર થશે.

» સરકારી કે સરકારી સમક્ષ હોસ્પિટલ ખાતે મેળવેલ તબીબી સારવાર અંતર્ગત રોગી કલ્યાણ સમિતિ દ્વારા આપવામાં આવતી ડોનેશનની પહોંચનું રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે નહીં.

» મેડિકલમાં પ્રતિ સહી કરતી વખતે જિલ્લાના સી.ડી.એમ.ઓ. કે આર.એમ.ઓ. એ અધિક નિયામકશ્રી (તબીબી સેવા) દ્વારા તારીખ ૦૭/૦૯/૨૦૨૦ અને તારીખ ૧૩/૧૦/૨૦૨૦ ના રોજ કરેલ પરિપત્રની સુચનાઓ મુજબ પરિશિષ્ટ – ૨ માં નિયમ – ૨.૧૦માં સૂચવ્યા મુજબની આઈટમોના નામો, ક્લસ્ટર નંબર, તેના સીરીયલ નંબર, પ્રોસિજર નંબર અને મંજૂરીપાત્ર રકમ લાલ શાહીથી શબ્દોમાં અને આંકડામાં દર્શાવવાની રહેશે.

» આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ ૨૮/૧૦/૧૯૯૫ નો ઠરાવ રદ કરેલ હોય આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના તારીખ ૩૦/૦૮/૨૦૧૬ ના ઠરાવ અનુસાર ખાનગી હોસ્પિટલમાં ખાસ કિસ્સામાં અંદર ના દર્દી તરીકે લીધેલ તબીબી સારવાર સમયે જો કર્મચારી કે પેન્શનર તબીબી ભથ્થું મેળવતો હોય તો પણ રૂપિયા ૧૦૦૦ ની કપાત કરવાની રહેશે નહીં.

» ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ના નિયમ – ૫ અંતર્ગત સરકારી કે સરકારી હોસ્પિટલ ખાતે પેકેજ સિવાયની કે બહારના દર્દી તરીકે લીધેલ સારવાર માટે રૂપિયા ૫૦૦૦ થી નીચેની રકમના તબીબી સારવાર ખર્ચના બીલોમાં સારવાર કરનાર વર્ગ -૧ના રેગ્યુલર તબીબ હોય તો પ્રતિ સહીની જરૂર નથી. પરંતુ, સારવાર કરનાર વિઝિટિંગ ફૅકલ્ટી હોય તો સિવિલ સર્જનથી નીચેની કક્ષાના રેસીડન્ટ મેડિકલ ઓફિસરની પ્રતિ સહી ફરજિયાત કરાવવાની રહેશે.

» એમ્પેનલ્ડ હોસ્પિટલમાં મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર નથી. સારવાર માત્ર સરકારી હોસ્પિટલમાં જ લેવાની રહેશે.

» ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ના નિયમ – ૧૧ મુજબ પેન્શનર કે તેના આશ્રિતને પેશગી મળવા પાત્ર રહેશે નહીં.

» આરોગ્ય વિભાગના તારીખ ૩૦/૦૮/૨૦૧૬ ના ઠરાવ હેઠળ ખાસ કિસ્સાની દરખાસ્તો કર્મચારી કે પેન્શનર બંનેના કેસમાં સંબંધિત કચેરી મારફતે ખાતાના વડાને ત્યારબાદ સંબંધિત વહીવટી વિભાગના વડાના અભિપ્રાય સહ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ને રજુ કરવાના રહેશે. પેન્શનરના કિસ્સામાં સબંધિત કચેરી એટલે “નિવૃત્તિ સમયની કચેરી” એવો અર્થ કરવાનો રહેશે.

» ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ના નિયમ – ૧૫.૧ અન્વયે એવી દવાઓ જેની જેનરીક બ્રાન્ડ પ્રાપ્ય હોય તો જ એવી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવી અન્યથા પ્રાથમિક ધોરણે જેનરિક દવાઓ હોસ્પિટલમાં પ્રાપ્ય હોય તો તેને પ્રાથમિકતા આપવાની રહેશે. બને ત્યાં સુધી જેનરિક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરવાની રહેશે.

» ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ના નિયમ – ૧૫.૪ અન્વયે ડાયાબિટીસના દર્દીઓ ગ્લુકોમીટરની ખરીદી કરે તો ડોક્ટરના અભિપ્રાય સાથેનું પ્રિસ્ક્રીપ્શન રજુ કરવાનું રહેશે.

» ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ના નિયમ – ૨૦ હેઠળ જે કર્મચારી કે પેન્શનરે મેડીક્લેઈમ મેળવેલ હોય તો ક્લેઈમ મંજુર થયાનો કંપનીનો ઓર્ડર કે પત્ર સામેલ રાખવાનો રહેશે. મેડિક્લેઈમની રકમ મેળવ્યા બાદ મેડીકલેઈમ કંપની પાસે બિલો પ્રમાણિત કરાવી કચેરીમાં રીએમ્બર્સમેન્ટ માટે રજુ કરવાનું રહેશે. તથા આ બાબતનું રજુ કરેલ સોગંદનામું રીએમ્બર્સમેન્ટની રકમ ચૂકવવા માટે માન્ય રહેશે મેડીક્લેઈમ ન લીધેલ હોય તો મેડીક્લેઈમ ન લઈ લીધેલ હોવા અંગેની બાંહેધરી/સોગંદનામું રજુ કરવાનું રહેશે.

» તારીખ ૦૮/૦૩/૨૦૧૬ ના ઠરાવ ના નિયમ ૧૧.૧ (અ) અંતર્ગત કર્મચારીઓના કિસ્સામાં સરકારી કે સરકારી હોસ્પિટલમાં મેળવેલ સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના ઉપાડ અને વહેંચણી અધિકારીને મંજુર કરવાની સત્તા રહેશે.

» તારીખ ૦૮/૦૩/૨૦૧૬ ના ઠરાવ ના નિયમ ૧૧.૧ (બ.૨) માં પેન્શનરના કિસ્સામાં બિલ મંજૂર કરવાની તમામ સત્તા સંબંધિત જિલ્લા તિજોરી અધિકારીને રહેશે.

» આરોગ્ય વિભાગના તારીખ ૦૨/૦૬/૨૦૨૧ નો પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧ ડાઉનલોડ કરવા નીચેની લીન્ક પર ક્લિક કરો.

નો પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧ ડાઉનલોડ કરવા નીચેની લીન્ક પર ક્લિક કરો.