Photo by Pixabay on <a href="https://www.pexels.com/photo/blue-and-silver-stetoscope-40568/" rel="nofollow">Pexels.com</a>

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા. ફા.), તા. ૨૪-૦૮-૨૦૧૫નાં ઠરાવથી “ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આ નિયમો અમલમાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા ગુજરાત પેન્શનર એસોસિએશન અને જુદા જુદા જિલ્લા પેન્શનર એસોસિએશનની મળેલ રજૂઆત તેમજ તિજોરી અને હિસાબ નિયામકની કચેરી, ગાંધીનગરના તારીખ ૦૭/૧૨/૨૦૧૫ના પત્રથી આરોગ્ય વિભાગને મળેલ રજૂઆત અન્વયે ગુજરાત રાજ્ય સેવા (તબીબી) સારવાર નિયમો, ૨૦૧૫માં આરોગ્ય વિભાગના તા.૦૮/૦૩/૨૦૧૬ના ઠરાવ ક્રમાંક એમએજી/૧૦૨૦૧૫/૬૦૧/અ.૧ થી નીચે મુજબના સુધારા/ઉમેરો કરવામાં આવેલ છે.

 
નિયમ: ૩.૧
પેન્શનરોના કિસ્સામાં સેમી સ્પેશ્યલ વોર્ડ અને સ્પેશ્યલ વોર્ડ માટે તેમણે ચૂકવેલ નાણાના ૫૦ ટકા રકમ રીએમ્બર્સ કરવાપાત્ર થશે.
 
નિયમ: ૮
રાજ્ય સરકાર વખતોવખત ખાનગી, અર્ધસરકારી સંસ્થા કે અન્ય બિન સરકારી હોસ્પિટલને તમામ પ્રકારની સારવાર અથવા તો કોઈ પણ એક કે એકથી વધુ રોગોની સારવાર (સ્પેશ્યાલિટી) માટે એમ્પેનલ કરવા માટે ધોરણો નક્કી કરી શકશે. હાલમાં મા અમૃતમ યોજનાની માન્ય હોસ્પિટલમાં સારવાર માટે નક્કી કરેલ દર મુજબ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે.
 
નિયમ: ૧૧.૧
સરકારી અને સરકારી સમકક્ષ હોસ્પિટલમાં મેળવેલ સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના ઉપાડ અને ચુકવણી અધિકારીને (તિજોરી અધિકારી) મંજુર કરવાની સત્તા રહેશે
 
નિયમ: ૧૧.૧ બ.૧
કોઈ પણ રોગની સારવારમાં રાજ્ય સરકાર દ્વારા માન્ય એમ્પેનલ્ડ હોસ્પિટલમાં નિયત કરવામાં આવેલ પેકેજ પૈકીની સારવારમાં થયેલ ખર્ચના રીએમ્બર્સમેન્ટ માટે નીચે જણાવ્યા મુજબ નાણાકીય સત્તાઓ રહેશે.
 
રૂ. ૨૫,૦૦૦/- સુધી  = કચેરીના વડા
રૂ. ૧,૦૦,૦૦૦/-સુધી = ખાતાના વડા
રૂ. ૨,૦૦,૦૦૦ સુધી = વિભાગના વડા
 
નિયમ: ૧૧.૧ બ.૨
પેન્શનરના કિસ્સામાં બિલ મંજૂર કરવાની તમામ સત્તા ઉપાડ અને ચુકવણી અધિકારી (તિજોરી અધિકારી) ની રહેશે.
 
નિયમ: ૧૫.૧
મૂળ નિયમો મુજબનું પરિશિષ્ટ ૨ (અ) હાલમાં રાખવાની જરૂરિયાત ન હોય તેને રદ કરવામાં આવે છે.
 
નિયમ: ૧૬ (સ્પષ્ટતા – ૧)
અંદરના દર્દી તરીકે લીધેલ સારવારનો દાવો સારવાર પૂર્ણ થયાની તારીખથી છ માસમાં તથા બહારના દર્દી તરીકે લીધેલ સારવારનો દાવો છ માસની સમયમર્યાદામાં તેઓના સંબંધિત સક્ષમ અધિકારી કે કચેરીમાં રજૂ થયેલ હોવો જોઈએ. વધુમાં વધુ છ માસના દાવા એક સાથે મંજૂર કરી શકાશે.
 
આ સુધારા મૂળ ઠરાવની તારીખથી એટલેકે તારીખ ૨૪/૦૮/૨૦૧૫ થી અમલમાં ગણાશે અને તે પ્રમાણે કર્મચારી અને પેન્શનરોને રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે.
 

ઉપરોક્ત દર્શાવેલ તા.૦૮/૦૩/૨૦૧૬નો ઠરાવ ક્રમાંક એમએજી/૧૦૨૦૧૫/૬૦૧/અ.૧  ઠરાવ ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરો.