હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરો માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરોને આ નિયમો તથા તેમાં વખતોવખત થતા સુધારા મુજબ તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. આ નિયમોના નિયમ ૨.૧૦ હેઠળ તૈયાર કરેલ પરિશિષ્ટ – ૫ અંતર્ગત કોષ્ટક “B” માં ઇમ્પ્લાન્ટસની યાદી તૈયાર કરેલ છે. જે અન્વયે Knee Replacement અને Hip Replacement માટે શરીરમાં નાખવાના ઇમ્પ્લાન્ટની રકમ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૦૧/૧૧/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક: તસાખ/૧૦/૨૦૧૭/૬૨૨૦૪૮/અ-૧ થી નક્કી કરવામાં આવેલ છે.

√√ આ ઠરાવ મુજબની જોગવાઈઓ નીચે પ્રમાણે છે:

ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને એક ઘૂંટણ કે થાપા માટે રૂપિયા 40,000 અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ એ બંનેમાંથી જે ઓછી હોય તેટલી રકમ મળવાપાત્ર થશે.

બંને ઘુંટણ કે થાપા માટે રૂ. 80,000 અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ એ બંનેમાંથી જે ઓછી હોય તેટલી રકમ Reimbursement રીતે મળવાપાત્ર થશે

સરકારી અથવા સરકારી સમકક્ષ અથવા એમ્પેનલ્ડ હોસ્પિટલ અથવા અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે મેળવેલ સારવારના કેસમાં સંબંધિત જિલ્લાના આર.એમ.ઓ અથવા સિવિલ સર્જન પાસે એક ઘૂંટણ/થાપા માટે રૂ. 40,000 અને બંને ઘૂંટણ/થાપા માટે રૂ. 80,000 અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ એ બન્નેમાંથી જે ઓછું હોય તેટલી રકમ સામે ચકાસણી કરી પ્રતિ સહી કરાવવાની રહેશે

ત્યારબાદ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમોના નિયમ ૧૧.૧ માં સોંપેલ નાણાકીય સત્તાઓ પ્રમાણે સક્ષમ અધિકારીએ મંજૂર કરવાની રહેશે.

પેન્શનરોના કિસ્સામાં તા. ૦૮/૦૩/૨૦૧૬ના ઠરાવ મુજબ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ ના નિયમ ૧૧.૧ (બ.૨) ની જોગવાઈ મુજબ સરકારી અથવા સરકારી સમકક્ષ અથવા એમ્પેનલ્ડ હોસ્પિટલ અથવા અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે મેળવેલ Knee Replacement અને Hip Replacement ની સારવારના કેસોમાં સંબંધિત જિલ્લાના સિવિલ સર્જન / આર.એમ.ઓ ની પ્રતિ સહીની ચકાસણી કરીને બિલ મંજૂર કરવાની તમામ સત્તા ઉપાડ અને વહેંચણી અધિકારી (તિજોરી અધિકારી) ની રહેશે.

ખાનગી હોસ્પિટલમાં Knee Replacement અને Hip Replacement માટે મેળવેલ સારવાર બાબતમાં પણ સંબંધિત જિલ્લાના આર.એમ.ઓ/સિવીલ સર્જનની પ્રતિ સહિની ચકાસણી કરી એક ઘૂંટણ કે થાપા માટે રૂ. 40,000 અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ એ બન્નેમાંથી જે ઓછું હોય તે અને બંને ઘૂંટણ કે થાપા માટે રૂ. 80,000 અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ એ બંનેમાંથી જે ઓછી હોય તેટલી રકમ મેડિકલ રીએમ્બર્સમેન્ટ તરીકે મળવાપાત્ર થશે.

આ ઠરાવનો અમલ તા.૦૧/૦૪/૨૦૧૮ થી કરવાનો રહેશે. એટલે કે તા. ૦૧/૦૪/૨૦૧૮ના રોજ કે ત્યારપછી મેળવેલ Knee Replacement અને Hip Replacement ની સારવારના તમામ કેસમાં લાગુ પડશે અને તે મુજબ Reimbursement મળવાપાત્ર થશે.

⇒ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો તા.૦૧/૧૧/૨૦૧૮નો ઠરાવ ક્રમાંક: તસાખ/૧૦/૨૦૧૭/૬૨૨૦૪૮/અ-૧ ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો.